અવિશ્વાસની દરખાસ્ત

આહવા તાલુકા ના ધવલીદોડ ગૃપ ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ અને ઉપ સરપંચ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી, પંચાયતના આઠ સભ્યોએ આહવા તાલુકા પંચાયત કચેરી ખાતે દરખાસ્ત રજૂ કરી જણાવ્યું હતું કે મહિલા સરપંચ ના પતિ પંચાયત નો કારોબાર મનસ્વી રીતે ચલાવે છે, સભ્યો ની સહમતિ કે જાણ બહાર નિર્ણયો લેવામાં આવે છે.