ડાંગ જિલ્લામા આજે વધુ બે કેસ નોંધાયા : કુલ એક્ટિવ કેસ દસ થયા :

ડાંગ જિલ્લામા આજે વધુ બે કેસ નોંધાયા : કુલ એક્ટિવ કેસ દસ થયા :
Google image.

(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૩: 'કોરોના'ની સંભવિત ત્રીજી લહેરની આશંકા વચ્ચે આજે ડાંગ જિલ્લામા વધુ બે 'કોરોના પોઝેટિવ' કેસો સામે આવવા પામ્યા છે. 

જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો.ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આજે જિલ્લાના કાલીબેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યવિસ્તારના ભુજાડ ગામે એક ૪૨ વર્ષિય મહિલા, અને સાપુતારા સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કાર્યવિસ્તારના ગિરિમથક સાપુતારા ખાતે એક ૨૪ વર્ષિય યુવકનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝેટિવ આવવા પામ્યો છે. 

ઉલ્લેખનિય છે કે, આ સાથે ડાંગ જિલ્લામા ૭૦૫ કોરોના પોઝેટિવ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી આજની તારીખે દસ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે. 

ટેસ્ટિંગની વિગતો જોઈએ તો, ડાંગ જિલ્લામા આજદિન સુધી કુલ ૯૧,૧૭૮ સેમ્પલો કલેક્ટ કરાયા છે, જે પૈકી ૯૦,૧૯૬ સેમ્પલો નેગેટિવ રહેવા પામ્યા છે. જ્યારે તા.૧૩/૧/૨૦૨૨ના રોજ લેવામા આવેલા ૨૭૭ RT PCR સેમ્પલોના ટેસ્ટ રિપોર્ટ પેન્ડિગ રહેવા પામ્યા છે. જ્યારે ૨૦૮ એન્ટીજન ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ રહ્યા છે. 

દરમિયાન ડાંગ જિલ્લામા ૪૪૬ વ્યક્તિઓને ક્વોરોન્ટાઇન કરાયા છે. જ્યારે ૧૧,૮૨૨ વ્યક્તિઓના ક્વોરોન્ટાઇન પૂર્ણ થયા છે. 

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'કોરોના' ની દહેશત વચ્ચે તેના સંક્રમણને રોકવા માટે પ્રજાજનોને ફરજિયાતપણે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા, માસ્કનો ઉપયોગ કરવા, અને વારંવાર પોતાના હાથ ધોવાનો અનુરોધ કરાયો છે. સાથે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વેળાસર વેકસીન લઈ લેવાની અપીલ પણ કરવામા આવી છે.