ન્યુ વિઝન ઇંગ્લીશ મીડીયમ સ્કુલ આહવા માં ભણતા  વિદ્યાર્થીઓએ સેકન્ડ ઓપન નેશનલ  તાઈકવોન્ડુ  ચેમ્પિયનશિપ દમન માં મેડલો મેળવ્યા.

દમણ  ખાતે યોજાયેલ સેકન્ડ ઓપન નેશનલ  તાઈકવોન્ડુ  ચેમ્પિયનશિપ ૨૦૨૨

   ન્યુ વિઝન ઇંગ્લીશ મીડીયમ સ્કુલ આહવા માં ભણતા  વિદ્યાર્થીઓએ સેકન્ડ ઓપન નેશનલ  તાઈકવોન્ડુ  ચેમ્પિયનશિપ દમન માં મેડલો મેળવ્યા.

    ન્યુ વિઝન ઇંગ્લીશ મીડીયમ સ્કુલ આહવા માં ભણતા  વિદ્યાર્થીઓએ સેકન્ડ ઓપન નેશનલ  તાઈકવોન્ડુ  ચેમ્પિયનશિપ દમન માં મેડલો મેળવ્યા.

આહવા .(પ્રતિનિધિ)

     હાલમાંજ દમણ  ખાતે યોજાયેલ સેકન્ડ ઓપન નેશનલ  તાઈકવોન્ડુ  ચેમ્પિયનશિપ ૨૦૨૨ માં આહવાના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં ધી માર્શલ આર્ટ એકેડમી આહવા ના વિદ્યાર્થી તેમજ ન્યુ વિઝન ઇંગ્લીશ મીડીયમ સ્કુલ આહવા માં ભણતા  વિદ્યાર્થીઓએ મેડલો મેળવ્યા હતા જેમાં કુલ ચાર ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. તેમજ ચાર સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો .

     આમ દેવેન્દ્ર બારિયા : ગોલ્ડ., આકાંશા શેંડે : ગોલ્ડ., પ્રદયુન બી ભોયે: ગોલ્ડ.,રાહુલ શિંદે: ગોલ્ડ., તેમજ ઈશિકા ડોબરીયા : સિલ્વર., ભૂપેન્દ્ર બારીયા : સિલ્વર.,અન્વેષા ગાંગુર્ડેઃ સિલ્વર.,અનન્યા જોશી સિલિવર.,અને અભિનવ નાયર બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

     આમ આ રમતમાં આખા ભારત દેશમાંથી અલગ અલગ રાજ્યના ઉમેદવારોએ ભાગ લીધો હતો.

      ધી માર્શલ આર્ટ એકેડમી આહવા ના કોચ પૃથ્વી વસન્ત ભોયે (બ્લેક બેલ્ટ) નાઓએ આ બાળકોને તાલીમ આપી હતી અને તેમના માર્ગદર્શન હેઠળ આ બાળકોએ આ રમતમાં મેડલ મેળવ્યા હતા.

     આ રમતનું આયોજન દમણ નિવાસી એલેક્સ થોમસ તેમજ વિકાસ વર્મા નાઓ એ કર્યું હતું. તેમજ ન્યુ વિઝન ઇંગ્લીશ મીડીયમ સ્કુલ આહવા ના ટીચર કાજલ બેન સરોલીયા નાઓ એ આ બાળકો સાથે રહી તેમને મોટીવેટ કર્યા હતા.