આજે ડાંગ દરબાર હોલ ખાતે બીરસા મુંડા નો 123 મો શહાદત દિવસ ઉજવવામાં આવ્યો.

બીરસા લડે થે ગોરોં સે, હમ લડેંગે ચોરોં સે'

આજે ડાંગ દરબાર હોલ ખાતે બીરસા મુંડા નો 123 મો શહાદત દિવસ ઉજવવામાં આવ્યો.

આહવા, તા. 9

     આજે ડાંગ દરબાર હોલ ખાતે બીરસા મુંડા નો 123 મો શહાદત દિવસ ઉજવવામાં આવ્યો.

     ભગવાન બીરસા મુંડા ના નામે  આદિવાસીઓ ના મસીહા તરીકે ઓળખાતા બીરસા મુંડા ની આજે 9મી જુન 123 મો શહાદત દિવસ સોસ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઑફ ઈન્ડિયા (કમ્યુનિસ્ટ) દ્વારા ડાંગ દરબાર હોલ આહવા ખાતે ઉજવવામાં આવ્યો.


     એડવોકેટ સુનિલ ગામિત એ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, બીરસા મુંડા નો આદિવાસી સમાજ માટે સંઘર્ષ અને બલિદાન એકજ શીખ આપે છે આજે પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ, ઝીંક પ્રોજેક્ટ કે કોરીડોર ના નામે આદિવાસીઓને વિસ્થાપિત કરવાના ષડયંત્રો રચાઈ રહ્યા છે તેના સામે લાંબી લડત માટે તૈયાર રહેવું પડશે. એડવોકેટ રોશન સરોલિયા એ જણાવ્યું હતું કે આદિવાસીઓ ના વિસ્થાપન ની સમસ્યા આવે તેના સામે લોકશાહી આંદોલન ના સાથે સાથે બંધારણ ની પાંચમી અનુસૂચી અને પેશા કાયદા મુજબ આદિવાસીઓ ના અધિકારો નું રક્ષણ થઈ શકે છે, મુખ્ય વક્તા જયેશ પટેલ એ આજની પરિસ્થિતિમાં બીરસા મુંડા લોકો ની સમસ્યાઓ સામે લડવા માટે પ્રેરણાદાયી બની રહ્યા છે, સમગ્ર કાર્યક્રમ નું સંચાલન લક્ષ્મણ બાગુલ એ કર્યું હતું 'બીરસા લડે થે ગોરોં સે, હમ લડેંગે ચોરોં સે' જેવા નારાઓ થી સભા સમાપ્ત થઈ હતી.