ધરમપુર માલનપાડા મુકામે થયેલ મારામારીના પ્રકરણમાં આરોપી ઓને બે વર્ષ ત્રણ માસની સજાનો ધરમપુર કોર્ટનો હુકમ.

ધરમપુર માલનપાડા મુકામે થયેલ મારામારીના પ્રકરણમાં આરોપી ઓને બે વર્ષ ત્રણ માસની સજાનો ધરમપુર કોર્ટનો હુકમ.
Google image.

ધરમપુર માલનપાડા મુકામે થયેલ મારામારીના પ્રકરણમાં આરોપી ઓને બે વર્ષ ત્રણ માસની સજાનો ધરમપુર કોર્ટનો હુકમ.

ધરમપુર

    ધરમપુર માલનપાડા દશેરી પાર્ટી ગામમાં આજથી ત્રણ વર્ષ અગાઉ થયેલી મારામારીના કેસમાં આરોપીઓને ધરમપુરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબ એન.આર. પટેલ નાઓએ આઇ.પી.સી ની કલમ ૩૨૩, ૩૨૫,૧૧૪ માં બે વર્ષ અને ત્રણ માસની કેદની સજા અને રૂપિયા ૬૦૦ નો દંડ ફટકાર્યો.

     બનાવની હકીકત એ રીતની છે કે તારીખ ૨૦/૦૯/૨૦૨૦ ના રોજ ફરિયાદી નોકરી ઉપર ગયેલ ત્યારે તેના મામા નો તેના ઉપર ફોન આવેલ અને જણાવેલ કે નાના મામા આરોપી ઈશ્વરભાઈ ધનજીભાઈ તથા તેના બંને દીકરા વિષ્ણુભાઈ ઇશ્વરભાઇ તથા જીતેશભાઈ ઇશ્વરભાઇ નાઓ મને મારવા માટે લાકડા અને સળિયા લઈને આવેલ છે, જેથી ફરિયાદી તરત જ બનાવવાળી જગ્યાએ પહોંચતા ત્યાં ફરિયાદીના નાના મામા એટલે આરોપીઓએ આ આંબાના ઝાડના પાક બાબતે બોલાચાલી કરી ફરિયાદીના મોટા મામાને ત્રણે આરોપીઓએ સાથે મળી મામાના હાથમાં સળીયો મારી દીધેલ અને શરીરે સપાટા મારતા લોહી લુહાણ કરી દીધેલ અને તેમણે હાથમાં ઇજા પહોંચાડી ફેક્ચર કરેલ, જે બાબતે ધરમપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા તે ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી ચાજૅસીટ કરેલ અને તે ટ્રાયલ ધરમપુરના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબ ની કોર્ટમાં ચાલી જતા અને તે કેસમાં મદદનીસ સરકારી વકીલ શ્રી ભરત એસ ભોયેના ઓએ ટ્રાયલ દરમિયાન પુરાવા વ્યવસ્થિત રજૂ કરી સાક્ષીઓની જુબાની લઈ દલીલો કરતા તેના આધારે અદાલતે ત્રણેય આરોપી ૧)ઈશ્વરભાઈ ધનજીભાઈ બારાત  તથા તેના બંને દીકરા વિષ્ણુભાઈ ઇશ્વરભાઇ બારાત તથા જીતેશભાઈ ઇશ્વરભાઇ બારાત નાઓને આઇ.પી.સી ની કલમ ૩૨૩, ૩૨૫,૧૧૪ માં બે વર્ષ ત્રણ માસની સજા કરવામાં આવી છે. અને રૂપિયા ૬૦૦ નો દંડ પણ ફટકારેલ છે, અને દંડ ન કે દંડ ભરવામાં કસૂર કરે તો વધુ ૧૫ દિવસની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે .આમ સમાજમાં આવા ગંભીર પ્રકારના ગુના બાબતે નામદાર કોર્ટ દ્વારા સજા કરવામાં આવે તો સમાજમાં વ્યવસ્થિત દાખલો બેસે અને ગુનાખોરી અટકે તેવું માની શકાય.