આજરોજ વ્યારા ખાતે નેશનલ હાઇવે 56 ના વિરોધ માટે જિલ્લા સેવા સદન કલેકટર કચેરી ખાતે આદિવાસીઓ ભેગા થશે.

આજરોજ વ્યારા ખાતે નેશનલ હાઇવે 56 ના વિરોધ માટે જિલ્લા સેવા સદન કલેકટર કચેરી ખાતે આદિવાસીઓ ભેગા થશે.

       આજરોજ વ્યારા ખાતે નેશનલ હાઇવે 56 ના વિરોધ માટે જિલ્લા સેવા સદન કલેકટર કચેરી ખાતે આદિવાસીઓ ભેગા થશે.
      આદિવાસીઓ ની જમીન છીનવી, વિસ્થાપિત કરી, હક અધિકારો નું હનન કરી આદિવાસીઓ ને આર્થિક અને માનસિક રીતે પાંગળા કરી દેવાનુ ષડયંત્ર આવનાર સમય માં ખુબજ ઘાતક સાબિત થશે. એવું મુકેશભાઈ પટેલ સામાજિક કાર્યકર ના ઓએ જણાવ્યું હતું
      તેમને વધુમાં જણાવ્યું હતું કે હાઈવે ના નામ પર આજે એ ૨૮ ગામો, પછી નહેર, અન્ય હાઇવે, ઉદ્યોગો, ફેક્ટરીઓ, પર્યટન સ્થળો ના નામે આપણો પણ વારો આવવાનો જ છે. એવા ભ્રમ્ માં ના રહેતા કે આપણી જમીન બચી ગઈ.એક પછી એક નવા નવા પ્રોજેક્ટ આવશે અને આપણું બધું જ છીનવાઈ જાશે.. જેની શરૂઆત થઈ ચૂકી છે.
      માટે દરેક ની મારી ખાસ વિનંતી છે કે હક અધિકાર ની લડત માં સહકાર આપવા માટે ઘર ની બહાર નીકળો.. આગળ આવો... અને સરકાર ને બતાવી દો કે હવે આદિવાસીઓ પોતાની જમીન, સંસ્કૃતિ, સભ્યતા અને ઓળખ ને બચાવવા માટે લડી લેવા તૈયાર છે. અને આ રેલીમાં જોડાવા માટે તમામ આદિવાસીઓને આહવાન કર્યો હતો.