કપરાડાના ૮ આરોપીઓને નામદાર વલસાડ ના અધિક સત્ર ન્યાયાધીશ, ધરમપુર,નાઓએ ધાડ લૂંટના કેસમાં  નિર્દોષ જાહેર કર્યા. 

કપરાડાના ૮ આરોપીઓને નામદાર વલસાડ ના અધિક સત્ર ન્યાયાધીશ, ધરમપુર,નાઓએ ધાડ લૂંટના કેસમાં  નિર્દોષ જાહેર કર્યા. 
Google image.

કપરાડાના ૮ આરોપીઓને નામદાર વલસાડ ના અધિક સત્ર ન્યાયાધીશ, ધરમપુર,નાઓએ ધાડ લૂંટના કેસમાં  નિર્દોષ જાહેર કર્યા. 

ધરમપુર. 

     કપરાડાના ૮ આરોપીઓને નામદાર વલસાડ ના અધિક સત્ર ન્યાયાધીશ, ધરમપુર,નાઓએ ધાડ લૂંટના કેસમાં  નિર્દોષ જાહેર કર્યા. બનાવવાની હકીકત રીતની છે કે કપરાડા પોલીસ સ્ટેશનના ગુના ભારતીય દંડ સંહીતા ૧૮૬૦ ની કલમ ૩૯૨ અને ૩૯૭ મુજબ ઘરમા લુંટફાટના શીક્ષાપાત્ર ગુનાની ફરીયાદ પક્ષના કેસની ટૂંકી હકીકત એવી છે કે, તા.૧૨/૦૩/૨૦૧૮ ના રોજ  આ કામે આરોપી નં.૧આરોપી નં-૧ (કમલેશભાઈ માલજીભાઈ ભાંવર)૨ (કમલેશભાઈ કિશનભાઈ ધનગરીયા)  નં-૩ (કિશનભાઈ મર્યાભાઈ આસાર્યા)  નં-૪ (દેવજીભાઈ રમજીભાઈ પટારા) નં-૫ (જીતુભાઈ માલજીભાઈ ભાંવર)  નં-૬ (ઈઠલુભાઈ રાવજીભાઈ ડવલા)  નં-૭ (દેવજીભાઈ ગુનાભાઈ ખાને), નં- ૮ (દેવજીભાઈ ધાકલભાઈ જીમના)  તમામ રહે. તા.કપરાડા,જી.વલસાડ નાઓએ એક સાથે મળી ફરીયાદીના ઘરમા લુંટ ફાટ કરવાની ચર્ચા કરી ફરીયાદીના ઘરે ધાડ પાડી ફરીયાદી તથા સાહેદ બાબુભાઈ નારણભાઈ રાઉત તથા રંગાઈબેન નારણભાઈ રાઉતનાઓને આરોપીઓ એ છરો બતાવી મહાવ્યથા પહોચાડવાની કોશીષ કરી ઘરમાંથી આરોપીઓએ ફરીયાદીના ઘરમાંથી એક સોનાનું મંગલસુત્ર બે તોલાનું કિં.રૂ.૪૦,૦૦૦/- તથા સોનાની ચેઈન ત્રણ ગ્રામની કિ.રૂ. ૩૦૦૦/- તથા ચાંદીના સાંકળા કિં.આશરે ૨૦૦૦/- તથા સોનાની બુટી એક જોડ ચાર ગ્રામની કિં,રૂ.૪૦૦૦/- તથા ચાંદીની ચેઈન એક નંગ કિં.રૂ.૩૦૦૦/- તથા રોકડા રૂપીયા આશરે ૪૦૦૦/- તથા જુના મોબાઈલ નંગ ૪ જેમાં બ્લેકબેરી ૧ કિં.રૂ.૨૦૦૦/- નોકીયા-૧ કિં.રૂ. ૫૦૦/- તથા સેમસંગ મોબાઈલ -૨ નંગ બંન્નેની કિં.રૂ. ૧૦૦૦/- મળી કુલ્લે રૂ.૫૯,૫૦૦/- ની લુંટ કરેલ હોય જેથી આરોપીઓ વિરુધ્ધ ઇ.પી.કો કલમ ૩૯૨ મુજબની ફરીયાદ નોંધવામા આવેલી

    ત્યારબાદ આરોપીઓ વિરુધ્ધ ઇ.પી.કો કલમ ૩૯૭ મુજબનો ગુન્હાનો ઉમેરો કરવાની પરવાનગી મેળવતા ગુન્હાની તપાસ કરી હાલના આરોપીઓ વિરુધ્ધ ભારતીય દંડ સંહીતા ૧૮૬૦ ની ઈ.પી.કો કલમ - ૩૯૨,૩૯૭ મુજબના ગુન્હા અંગેની ચાર્જશીટ જે.એમ.એફ.સી કપરાડા નાઓની કોર્ટમા રજુ કરતા તેને સી.સી નં- ૫૩૫/૨૦૧૮ થી રજીસ્ટર કરેલ  આ ગુન્હાના કામે આ કેસ ચલાવવાની સત્તા માત્ર સેશન્સ કોર્ટ ને હોય જેથી વિ.જ્યુડી.મેજી.ફ.ક કપરાડા નાઓએ  સદર કેસ    કમીટલ હુકમ કરી સત્ર અદાલત વલસાડ(ધરમપુર) ખાતે મોકલેલ જે કેસ સેશન્સ કેસ નં-૧૦/૨૦૧૯ થી નોંધતા  અને આરોપીઓ વિરુધ્ધ ફરીયાદપક્ષના સાહેદોને સરકાર તરફે સરકારી વકીલે સાક્ષી નં-૧ થી સાક્ષી નં-૧૦ તપાસવામાં આવેલા અને નામદાર કોટે ઉપરોકત પુરાવાનો મુલ્યાકન અને હાલના કેસના તથ્યો અને સંજોગો જોતા હાલના આરોપીઓએ તહોમતનામા મુજબ આક્ષેપીત ગુન્હો કરેલ હોય તેવુ માત્ર પોલીસના સાહેદોની જુબાની અને તેઓની બાતમીના આધારે નિશંકપણે સાબીત થતુ નથી અને વધુમાં જણાવ્યું કે આ કેસમાં મટીરીયલ કોન્ટ્રાડીક્શન હોય જેથી પ્રોશીક્યુશનના કેસ શંકા રહીત કાયદા પ્રમાણે પુરાવાથી પુરવાર થયેલ હોય તેવુ માની શકાય નહીં અને આ તમામ મટીરીયલ કોન્ટ્રાડીકશન પ્રોશીક્યુશનના કેસને મુળભુત રીતે અસર કરતા હોય જેથી આ તમામ શંકાઓના લાભ આરોપીઓને મળવાપાત્ર છે જેથી  હાલના આરોપી સામે  જે આક્ષેપીત ગુન્હાહિત ક્રુત્ય પુરવાર કરવામાં સરકાર નિષ્ફળ નિવડેલ હોય અને આરોપી તરફે વિધવાન વકીલ શ્રી વિકાસ એસ રાજપુત નાઓની દલીલો ધ્યાને રાખી આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડવા નો હુંકમ કરવામાં આવેલ છે.