વઘઈ કિલાદ કેમ્પસ માં દક્ષિણ ગુજરાત ના રીટાયર ફોરેસ્ટ ના અધિકારીઓ ભેગા થઈ અને વનચેતના ની જ્યોત ઝળહળતી રાખી.

સાંપ્રત યુગ કાલીન પોલ્યૂશન ના સોલ્યૂશન અંગે પોતાના અંગત અભિપ્રાયો નું ભેગા થયેલા નિવૃત્ત કર્મચારી દ્વારા વિચારો નુ આદાન પ્રદાન કર્યો.

વઘઈ કિલાદ કેમ્પસ માં દક્ષિણ ગુજરાત ના રીટાયર ફોરેસ્ટ ના  અધિકારીઓ ભેગા થઈ અને વનચેતના ની જ્યોત ઝળહળતી રાખી.

વઘઈ.

    હાલમાંજ ડાંગ જીલ્લા ના વઘઈ કિલાદ કેમ્પસ માં દક્ષિણ ગુજરાત ના  ફોરેસ્ટ ના રિટાયર્ડ  અધિકારીઓ ભેગા  થયા અને તેઓ વખતો વખત ભેગા મળી અનુકૂળતા એ વનચેતના ની જ્યોત ઝળહળતી રાખે છે.અને ભેગા મળી વન ચેતના કાર્યક્રમ કરતા હોય છે.અને સ્નેહ મિલન-પરી સંવાદ દક્ષિણ ગુજરાત ના જુદા જુદા સ્થળોએ યોજે છે, અને હાલમાં  વઘઈ કિલાદ કેમ્પસમાં આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું.

     સાંપ્રત યુગ કાલીન પોલ્યૂશન ના સોલ્યૂશન અંગે પોતાના અંગત અભિપ્રાયો નું ભેગા થયેલા નિવૃત્ત કર્મચારી દ્વારા વિચારો નુ આદાન પ્રદાન કરી તેના નિરાકરણ માટે  પર્યાવરણ જાગૃતિ અર્થે પ્રયત્ન સભર રહે છે. ઉપરોક્ત તસ્વીર માં તાજેતર માં વઘઇ -ડાંગ ના કિલાદ કેમ્પસ માં સર્વ શ્રી,પી. એસ. વળવી,શ્રી આર. એસ. ગોસ્વામી, શ્રી નાનસિંગ ચૌધરી,શ્રી કે. બી. પટેલ.શ્રી આર. એલ. પટેલ. શ્રી પ્રતીક પંડ્યા, જેવા જાંબાઝ અધિકારી ઓ આ ઉદ્દેશે કિલાદ કેમ્પ સાઈટ પર ભેગા મળ્યા હતાં,જેઓને શ્રી રવિ પ્રસાદ,(DCF દક્ષિણ ડાંગ )ની સૂચના અનુસાર સબ ડી. એફ. ઓ. શ્રી નિલેશ પંડ્યા એ નિવૃત્ત  કર્મચારી ઓનું સ્વાગત કરી આવકાર્યા હતાં. અને વઘઇ  રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી દિલીપ રબારી, તેમજ સ્ટાફે  કાર્યક્રમ ને સફળ બનાવવા સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.