નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2023 મહારાષ્ટ્ર પુણે બાલેવાડી સ્ટેડિયમ ખાતે યોજાઈ.જેમાં ડાંગ ના ૬ યુવા ખેલાડીઓ એ અલગ અલગ કેટેગરીમાં કુલ ૧૯ મેડલ મેળવ્યા.

નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2023 મહારાષ્ટ્ર પુણે બાલેવાડી સ્ટેડિયમ ખાતે યોજાઈ.જેમાં ડાંગ ના ૬ યુવા ખેલાડીઓ એ અલગ અલગ કેટેગરીમાં કુલ ૧૯ મેડલ મેળવ્યા.

નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2023 મહારાષ્ટ્ર પુણે બાલેવાડી સ્ટેડિયમ યોજાઈ.જેમાં ડાંગ ના ૬ યુવા ખેલાડીઓ એ અલગ અલગ કેટેગરીમાં કુલ ૧૯ મેડલ મેળવ્યા.

      તારીખ ૧૧ થી ૧૩ ઑક્ટોબર દરમિયાન  નેશનલ આઈસ સ્ટોક સ્પોર્ટ્સ સમર ચેમ્પિયનશિપ ૨૦૨૩ મહારાષ્ટ્ર પુણે બાલેવાડી સ્ટેડિયમ માં યોજાઈ ગઈ. જેમાં ગુજરાત રાજ્ય માંથી કુલ ૩૦ વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવામાં આવેલ હતું. જેમાં ગુજરાત ટીમ માં ડાંગના છ વિદ્યાર્થીઓ નું સિલેક્શન થયું હતું જેમાં ત્રણ છોકરીઓ નું સિલેક્શન થયું હતું જેમાં સિનિયર છોકરી માં સહારે ભાવનાબેન અનદભાઈ ગામ નાંદનપેડા જેમને ટીમ ગેમ માં ગોલ્ડ મેડલ અને ટીમ ટાર્ગેટ, ટીમ ડિસ્ટન્સ માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે

    જુનીયર છોકરીઓ માં બે છોકરીઓ જેમાં નામ જોશી  અનન્યાબેન મહેન્દ્રભાઈ જે સેવન ડે સ્કૂલ આહવા માં અભ્યાસ કરે છે જેને ટીમ ગેમ માં સિલ્વર મેડલ ટીમ ટાર્ગેટમાં ગોલ્ડ મેડલ અને ટીમ ડિસ્ટન્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે અને આકાંક્ષાબેન જેકબ ભાઈ સન્ડે જે ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળા આહવા સ્કૂલમાં અભ્યાસ કરે છે જેને ટીમ ગેમ માં સિલ્વર મેડલ, ટીમ ટાર્ગેટમાં ગોલ્ડ મેડલ, ટીમ ડિસ્ટન્સ માં બ્રોન્ઝ મેડલ, મેળવ્યો અને એન્ટિવિઝન ટીમ ડિસ્ટન્સ માં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે જ્યારે જુનિયર છોકરા માં મિતેશભાઇ ગોકુલભાઈ પરદેશી જે ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળા આહવા માં અભ્યાસ કરે છે જેને ટીમ ગેમમાં અને ટીમ ટાર્ગેટ, ટીમ ડિસ્ટન્સ માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને યુથ છોકરામાં રાહુલભાઈ શ્યામભાઈ સિંધે જે સેવન ડે સ્કૂલ આહવા માં અભ્યાસ કરે છે જે ટીમ ગેમ બ્રોન્ઝ મેડલ અને ટીમ ડિસ્ટન્સ સિલ્વર મેડલ   મેળવ્યો છે, સિનિયર છોકરાઓમાં પૃથ્વી ભાઈ વસંતભાઈ ભોએ એ ટીમ ટાર્ગેટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો અને  એન્ટિવિઝન ટાર્ગેટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે  

      ગુજરાત ટીમ એ કુલ ૭૧ મેડલ મેળવ્યા છે જેમાંથી ડાંગના વિદ્યાર્થીઓ એ કુલ ૧૯ મેડલ મેળવ્યા છે જેમાં ડાંગના વિદ્યાર્થીઓને આઈસ સ્ટોક ગેમ માં કોચ તરીકે પૃથ્વીભાઈ ભોયે એ કામગીરી કરી છે અને  ટ્રેનર તરીકે પણ પૃથ્વી ભોયે નાઓ એ વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી હતી.જ્યારે હેડ કોચ  તરીકે વિકાસ વર્મા સૂરત વાળા એ કામગીરી કરી હતી.આમ આ નવી રમત માં યુવા બાળકો એ મેડલ મેળવી ડાંગ નું નામ રોશન કર્યું છે.