એસ.યુ.સી.આઈ. (કોમ્યુનિસ્ટ) પક્ષ દ્વારા તદ્દન લોકશાહી વિરોધી પોસ્ટ ઓફિસ બિલને સખત શબ્દોમાં વખોડી કાડી તેને પાછું ખેંચવા માંગ કરી.

એસ.યુ.સી.આઈ. (કોમ્યુનિસ્ટ) પક્ષ દ્વારા તદ્દન લોકશાહી વિરોધી પોસ્ટ ઓફિસ બિલને સખત શબ્દોમાં વખોડી કાડી તેને પાછું ખેંચવા માંગ કરી.
Google image.

એસ.યુ.સી.આઈ. (કોમ્યુનિસ્ટ) પક્ષ દ્વારા તદ્દન લોકશાહી વિરોધી પોસ્ટ ઓફિસ બિલને સખત શબ્દોમાં વખોડી કાડી તેને પાછું ખેંચવા માંગ કરી.

અમદાવાદ 

     ગુજરાત  રાજ્ય સાગઠનિક કમિટી, એસ.યુ.સી.આઈ.(સી) નાં સેક્રેટરી મીનાક્ષી જોષી  દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં રજૂ કરાયેલ પોસ્ટ ઓફિસ બિલને સખત શબ્દોમાં વખોડી કાઢતા, એસ.યુ.સી.આઈ. (કોમ્યુનિસ્ટ) પક્ષના મહામંત્રી સેક્રેટરી કોમરેડ પ્રભાસ ઘોષે આજે નીચે મુજબ નું નિવેદન કર્યું છે કે,

     "ભાજપની આગેવાનીવાળી કેન્દ્ર સરકાર વધુ એક લોકશાહીવિરોધી કાળું બિલ લાવી છે તે ગંભીર ચિંતાનો વિષય છે. આ બિલ પોસ્ટલ અધિકારીઓને, રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર સલામતીના હિતમાં પાર્સલ ખોલવા, અટકાયતમાં રાખવા અથવા નાશ કરવા માટે સત્તા આપે છે. જે સ્પષ્ટપણે, લોકોના ગોપનીયતાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે. તેથી તે નાગરિકોના મૂળભૂત લોકશાહી અધિકારોનું પણ ઉલ્લંઘન છે.

અમે આ લોકવિરોધી અને અત્યાચારી બિલનો ઉગ્ર વિરોધ કરીએ છીએ તથા તેને તાત્કાલિક ધોરણે પાછું ખેંચવા માંગણી કરીએ છીએ. સાથે સાથે લોકશાહીપ્રેમી લોકોને આ નવા કાયદામાં રહેલા જોખમને સમજવા અને સચેત સંગઠિત લોકઆંદોલન દ્વારા તેને નિષ્ફળ બનાવવા આગળ આવવા હાકલ કરીએ છીએ."આવું એક અખબારી યાદી માં જણાવ્યું હતું.