આખા ડાંગ તેમજ આજુ બાજુ માં આવેલ જિલ્લા ઓ માં હાલ ડુંગર દેવ ની પૂજા કરી તેની ઉજવણી કરવામાં આવી રહી છે 

આદિવાસીઓ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ગઢની પૂજા કરે છે આદિવાસીઓનો સૌથી મોટો તહેવાર ડોંગરદેવ  પારંપારિક રીતરિવાજો સાથે મનાવાઈ રહ્યો છે. 

ડાંગ(પ્રતિનિધિ)
      ડાંગમાં કનસર્યાગઢ, નડગ્યાગઢ,કવડ્યાગઢ, , રૂપગઢ  અનેક સ્થળોએ આદિવાસીઓ પોતાના પરિવારમાં સુખ-શાંતિ તથા બરક્ત માટે ગઢને પુજવા માટે જાય છે. પ્રથમ તો દેવની સ્થાપના પોતાના ગામમાં જ કરે છે અને ત્યાં આઠ દિવસની તપશ્વર્યા બાદ તેઓ આખા  સમુદાય સાથે ગઢ પર જાય છે. ચોમાસાની ખેતીની કાપણી કરી અનાજ ઘરમાં લાવતા પહેલા આદિવાસી પરિવાર ઘરમાં સુખશાંતિ તથા બરક્ત  રહે તે માટે ડોંગરદેવની સ્થાપના કરે છે. આઠ દિવસ સુધી આ દેવમાં સામેલ થયેલા યુવાનો-પુરુષો આઠે-આઠ દિવસ દેવના સ્થળ પર ઉંઘે છે, પોતાના  કુટુંબ સાથે રહતા નથી અને ઘરનું જમતા પણ નથી. તેઓ તમામ આઠ દિવસ સુધી ગામેગામ ફરી છે અને પાવરી તથા ટાપરા વાધ્યોના તાલે નાચે છે અને ઘરે ઘરેથી અનાજ, કઠોળ, તેલ, મીઠુ,મરચુ વગેરે એકઠા કરે છે. ત્યાર બાદ પોતાના ગામે દેવની સ્થાપના પાસે આવી ત્યાં જાતે તમામ દેવો ભોજન બનાવી જમે છે. આઠ દિવસ બાદ નજીકમાં આવેલા અથવા જ્યાં માનતા રાખી હોય તે ગઢ પર તમામ દેવો સાથે મરઘા, બકરા વગેરે લઈ જઈ ત્યાં વિવિધ ગામોથી આવેલા દેવોના જૂથ  વારાફરતી પોતાનું નૃત્ય કરી પાવરકર, ટાપરા, , ભગત વગેરે સાથે તમામ દેવો પારંપારિક નાચગાન કરે  છે.
        
    આખા દિવસ દરમિયાન નૃત્યો ચાલે છે અને તે ગઢ પાસે નજીકમાંજ ખળી (સ્થાનક) બનાવી રોકાય છે. રાત્રે નવ વાગ્યા પછી ગઢ પર ચઢે અને ત્યાં દરેક ફડમાં એક ભગત હોય છે તે પોતાની વિદ્યા બોલીને જે તે ગઢના દેવને રીઝવે છે. આપ દરેક ગામોથી આવેલા દેવો વિનંતીઓ કરે છે, પુજા કરે છે. ત્યારબાદ મરઘા, બકરાની