યુનિવર્સ સાયન્સ ફોરમ (USF) દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-2024ની ઉજવણી.

યુનિવર્સ સાયન્સ ફોરમ (USF) દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-2024ની ઉજવણી.

યુનિવર્સ સાયન્સ ફોરમ (USF) દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-2024ની ઉજવણી.

   અમદાવાદ (પ્રતિનિધિ)

    યુનિવર્સ સાયન્સ ફોરમ (USF) દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-2024ની ઉજવણીના ભાગરૂપે``` તા. 25 ફેબ્રુઆરી, 2024ના રોજ આંતરશાળાકીય *વિજ્ઞાની વેશભૂષા અને પોસ્ટર પ્રેઝન્ટેશન સ્પર્ધા તથા ઈનામ વિતરણ કાર્યક્રમ* યોજાયો હતો. જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો.

    કાર્યક્રમના અતિથિ વિશેષ ડૉ. ચિંતન ભટ્ટ (નિવૃત્ત ઈજનેર, ઈસરો) અને મુખ્ય વક્તા પ્રો. એન. એન. રોઘેલિયા (નિવૃત્ત પ્રોફેસર અને અધ્યક્ષ, ગણિત વિભાગ, એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ)એ તમામ સ્પર્ધકોને બિરદાવ્યા હતા તથા સહુને મૂળભૂત વિજ્ઞાન પ્રત્યે રસ કેળવવા, વિજ્ઞાનને જીવન સાથે જોડવા અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા પ્રોત્સાહિત કર્યા હતા.