ઉચ્ચ નીતિ-નૈતિકતાના આધારે લોકોના પ્રાણ પ્રશ્નો સામે આ ચૂંટણીને લોક આંદોલનનું હથિયાર બનાવવા SUCI (C) દેશભરમાં 151 લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે.

કોમરેડ તપન દાસગુપ્તા વડોદરા લોકસભા મત વિસ્તારમાંથી SUCICના ઉમેદવાર

ઉચ્ચ નીતિ-નૈતિકતાના આધારે લોકોના પ્રાણ પ્રશ્નો સામે આ ચૂંટણીને લોક આંદોલનનું હથિયાર બનાવવા SUCI (C) દેશભરમાં 151 લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે.

ઉચ્ચ નીતિ-નૈતિકતાના આધારે લોકોના પ્રાણ પ્રશ્નો સામે આ ચૂંટણીને લોક આંદોલનનું હથિયાર બનાવવા SUCI (C) દેશભરમાં 151 લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે.

કોમરેડ તપન દાસગુપ્તા વડોદરા લોકસભા મત વિસ્તારમાંથી SUCI(C)ના ઉમેદવાર

અમદાવાદ (પ્રતિનિધિ)

      ઇલેક્ટોરલ બોન્ડ, ચૂંટણી કમિશ્નરની નિમણૂંક, ખેડૂત આંદોલન, CAA - NRCને લગતી કટોકટીભરી પરિસ્થિતિમાં લોકસભા ચૂંટણી જાણે કે જાહેર થવામાંજ છે. પરંતુ દેશના સાધારણ લોકોમાં આ ચૂંટણી પ્રત્યે સંપૂર્ણપણે ઉદાસીનતા દેખાઈ રહી છે. કારણ કે લોકો જાણે છે કે ચૂંટણીમાં કોઈ પણ પક્ષ જીતે કે હારે, તેમના જીવનમાં કોઈ પરિવર્તન આવતું નથી. ઉલટાનું દિવસેને દિવસે સાધારણ લોકોનું જીવન બદતર થઈ રહ્યું છે. આ કટોકટી ભરી પરિસ્થિતિમાં લોકસભા ચૂંટણી મૂડીવાદી પક્ષો માટે માત્ર સત્તા હડપવાનું સાધન ના બની રહે, પરંતુ દેશના કરોડો લોકોના પ્રાણ પ્રશ્નો માટે લોક આંદોલનના હથિયારમાં પરિવર્તિત થાય તે માટે સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કમ્યુનિસ્ટ) (SUCI(C)) દેશભરમાં 151 લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

      આજે સાધારણ લોકોને નડતો સૌથી મોટો પ્રશ્ન છે, મોંઘવારીનો. છેલ્લાં  દસ  વર્ષમાં અનાજ, કઠોળ, દૂધ શાકભાજી, પેટ્રોલ, ડીઝલ, ગેસનો બાટલો, વગેરે તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ભયંકર મોંઘી બની છે. તેની સામે દેશના કરોડો યુવાનો પાસે કાયમી રોજગારી નથી. અસલામતી અને ગુનાખોરી ખૂબ વધી રહ્યાં છે. ખાસ કરીને મહિલાઓ પરના અત્યાચારો તમામ હદ વટાવી ગયા છે. દિશાહીન સ્થિતિમાં યુવાનોમાં નશાખોરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. આ દૂષણને ડામવાને બદલે જાણે કે નશાખોરીને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે, જેથી કરીને નશામાં અંધ લોકો સરકારની લોક વિરોધી નીતિઓ સામે પોતાની આંખ ખોલી ના શકે. આત્મહત્યાઓ પણ ચિંતાજનક રીતે વધી રહી છે. 

     આપણા બાળકોના શિક્ષણમાં પણ મોટાપાયે ખાનગીકરણ, વેપારીકરણ અને કોમવાદીકરણ થઈ રહ્યું છે. ફી વધારો સાતમા આસમાને છે. નવી શિક્ષણનીતિ 2020 જાણે કે બાળકોની તર્કશક્તિ અને તાર્કિક તા ખતમ કરવાના હેતુથી બની હોય એવું લાગે છે. આપણા આરોગ્યતંત્રને આપણે સહુએ કોરોના મહામારીમાં કકડભૂસ થતાં જોયું છે! આરોગ્યના બેફામ ખાનગીકરણનું આ પરિણામ છે. આજે સરકાર વિવિધ યોજનાના નામે ખાનગી હોસ્પિટલોને કમાણી કરાવી રહી છે. અને સરકારી હોસ્પિટલની હાલત ખરાબ કરી રહી છે.

     કેન્દ્રની NDA સરકાર, જેમાં ભાજપ મુખ્ય પક્ષ છે, તેણે પોતાના દસ વર્ષના શાસનમાં લોકોના બદલે માત્ર ને માત્ર મૂઠ્ઠીભર મૂડીવાદીઓની સેવા કરી છે. એટલે જ તો ઇલેક્ટોરલ બોન્ડની વિગતો જાહેર કરવામાં અનેક અવરોધો ઊભા કરવામાં આવ્યા .એટલું જ નહીં, આપણા સામાન્ય લોકોને બરબાદ કરવા માટે વિદેશોમાં જઈ જઈને પણ મલ્ટીનેશનલ કંપનીઓ માટે લાલ જાજમ બિછાવી છે. તમામ સેવાઓ, સરકારી મટીને કોન્ટ્રાક્ટ આધારિત, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) આધારિત અથવા ખાનગી રીતે સંચાલિત થાય તે માટેનાં તમામ પગલાં ભર્યા છે. એટલું જ નહીં, લોકોનો લોકશાહી આંદોલનનો અવાજ દબાવી દેવા માટે સરકાર કાયદામાં ખતરનાક ફેરફાર કરી રહી છે. અને સરકારી એજન્સીઓનો દુરૂપયોગ કરી રહી છે. દેશમાં એક પ્રકારનું ફાસીવાદી વાતાવરણ બની રહ્યું છે.તો, વિરોધ પક્ષો પણ પોતાની વિરોધ પક્ષ તરીકેની ભૂમિકા ભજવવામાં ઉણા ઉતર્યા છે. દેશના કરોડો લોકોનું જીવન જ્યારે નરક સમાન બન્યું છે, ત્યારે લોકોના પ્રશ્નો સામે લોક આંદોલન જગવવાનો પ્રયત્ન કરવાના બદલે તેમણે માત્ર લોકસભામાંથી વોક આઉટ કરીને સંતોષ માન્યો છે. એટલું જ નહીં, જે રાજ્યોમાં તેમની સરકાર છે ત્યાં પણ તેમણે કેન્દ્ર સરકારની તમામ લોકવિરોધી નીતિઓનો ઉત્સાહભેર અમલ કર્યો છે. કારણ કે વિપક્ષના તમામ પક્ષો પણ મૂઠ્ઠીભર મૂડીવાદીઓની સેવા કરવા માટે તત્પર છે. અને તેમને પણ માત્ર સત્તા પ્રાપ્ત કરવામાં રસ છે.

     SUCI (C) એકમાત્ર એવો પક્ષ છે જે ઉન્નત નીતિ, નૈતિકતા અને મૂલ્યોના આધાર પર લોકોના તમામ પ્રાણ પ્રશ્નોને લઈને લોક આંદોલન જગાવવા સતત સક્રિય છે. તેના કાર્યકરો સંપૂર્ણપણે સમર્પિત થઈને રસ્તાઓ ઉપર,મહોલ્લાઓ,ઝૂંપડીઓ-સોસાયટીઓ ચાલીમાં જઈ ,સતત જાગૃતિ ફેલાવીને લોકોના પ્રશ્નોને લઈને ઠેર ઠેર લોક સમિતિ બને અને તેના દ્વારા આ નીતિઓના વિરોધમાં લોક આંદોલન ઊભું થાય તે માટે પોતાનું જીવન સમર્પિત કરી રહ્યા છે. આ દેશના સાધારણ લોકો અમારા આ તમામ પ્રયત્નોના સાક્ષી છે.

     વડોદરા લોકસભા મતવિસ્તારમાંથી કોમરેડ તપન દાસગુપ્તા ઉમેદવાર છે. જેઓ સમાજને સંપૂર્ણ સમર્પિત કાર્યકરોમાંના એક છે. વડોદરામાં જ જન્મેલા અને મોટા થયેલા તપન દાસગુપ્તાએ પોતાની કારકિર્દી, એશો-આરામ બધું જ બાજુ પર મૂકીને સમગ્રપણે પોતાનું જીવન સમાજ માટે સમર્પિત કર્યું છે. વડોદરા શહેરની સમસ્યાઓ હોય, ગુજરાત રાજ્યની સમસ્યા હોય કે પછી દેશની સમસ્યાઓ હોય, તમે સૌ કોમરેડ તપન દાસગુપ્તાને કડક બજાર પાસે, ડેરી ડેન સર્કલ, ગાંધી નગરગૃહ પાસે, વગેરે જગ્યાઓએ સતત લોકોનો અવાજ રજૂ કરતા જોતા હશો. ત્યાં સુધી કે પેલેસ્ટાઈન પર ઇઝરાયેલનો હુમલો થાય, અમેરિકન સામ્રાજ્યવાદ દ્વારા વિવિધ દેશો પર આક્રમણ થાય કે રશિયન સામ્રાજ્યવાદ દ્વારા યુક્રેન ઉપર ચડાઈ કરવામાં આવે, આ બધા મુદ્દા પર પણ તપન દાસગુપ્તા સતત સક્રિય છે. 

     ચૂંટણી જ્યારે મની-મસલ-માફિયાનો અખાડો બની રહી છે, સાધારણ લોકો હતાશ-નિરાશ થઈને જ્યારે રાજનીતિથી વિમુખ થઈ રહ્યા છે, તેવા સમયે રાજનીતિને ઉચ્ચ હૃદયવૃત્તિ માનીને તપન દાસગુપ્તા આ ચૂંટણીમાં વડોદરા લોકસભા બેઠક પરથી SUCI(C)નું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અમે વડોદરા શહેરના તમામ મતદારોને તેમને વિજય બનાવવા અને એ રીતે આ ચૂંટણીને લોક આંદોલનનું હથિયાર બનાવવા મદદ કરવા અપીલ કરીએ છીએ. એવું મીનાક્ષી જોશી સક્રેટરી ગુજરાત રાજ્ય સાંગઠનિક કમિટી સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા (કોમ્યુનિસ્ટ) દ્વારા એક અખબારી યાદી માં જણાવ્યું હતુ.