સુબીર ખાતે એકલ મહિલાઓનું અભિયાન.

સુબીર ખાતે એકલ મહિલાઓનું અભિયાન.

" એકલ મહિલાઓનો હિસ્સો " માન - સમ્માન, સ્વતંત્રતા અને સંપત્તિમાં ....

એકલ નારી શક્તિ મંચ ગૂજરાત અને એક્શનએડ એસોસિએશન સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલ "Single Women's Share" એકલ મહિલાઓનો હિસ્સો માન - સમ્માન, સ્વતંત્રતા અને સંપત્તિ માં.. અભીયાન અંતર્ગત ડાંગ જિલ્લાના સુબીર ખાતે 7 ગામની આદિવાસી એકલ મહીલાઓ સાથે મિટીંગ  કરવામાં આવી.2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં 24 લાખથી વધુ એકલ મહીલાઓ છે.

એકલ મહીલાઓ સામાજિક આર્થિક, સાંસ્કૃતિક સમસ્યાઓ સામે જજુમી રહી છે અને લડી રહી છે..એકલ મહીલાઓની લડાઈને સહયોગ આપી સમાજમાં એમના માટે અનુકુળ વાતાવરણ ઉભુ કરવા માટે આ અભીયાન ની શરૂઆત કરવામાં આવી છે...અભિયાનનો મુખ્ય ઉદ્દેશ એકલ મહિલાઓના મુદ્દે જાગૃતિ અને સંવેદનશીલતા ઉભી કરવી, એકલ મહીલાઓને સરકારી યોજનાઓ સાથે જોડાણ કરવું અને એકલ મહિલાઓના મુદ્દે સરકાર સાથે લોકપરવી કરવાનો છે.

આજ રોજ  સુબીર ખાતે  મિટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં સુબીર તાલુકાના 7 ગામની 104 આદીવાસી એકલ મહીલાઓ હાજર રહી હતી સામાજિક સુરક્ષા, સંપત્તિ અધિકાર અને કુરિવાજો પર ચર્ચા કરવામાં આવી. એકલ મહીલાઓ એ પોતાનાથી બદલાવની શરૂઆત કરી કુટુંબ, સમાજ અને સરકાર સાથે સંગઠન બનાવી પોતાના પ્રશ્નોને વાચા આપી પોતાના હક અને અધિકાર મેળવવાનું આહવાન કર્યું હતુ.

ઘણી એકલ મહિલાઓએ એમના ઘરના સામાજિક પ્રસંગો અને બાળકોનાં લગ્નમાં સામેલ થઈ કુરિવાજો ને તોડવા માટે તૈયારી બતાવી હતી. 7 ગામની એકલ મહિલાઓની તાલુકા સ્તરની કમિટી નું ગઠન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં એક્શનએડ સંસ્થાના અમૂલ પવાર, એકલ નારી શક્તિ મંચ ના હંસાબેન રાઠોડ અને એક્શનએડ સંસ્થાના સુશીલાબેન હાજર રહ્યા હતા.