જિલ્લા કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાના હસ્તે નાબાર્ડના પોટેન્શિયલ લિંક્ડ ક્રેડિટ પ્લાન (પીએલપી) નુ વિમોચન કરાયુ

જિલ્લા કલેક્ટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાના હસ્તે નાબાર્ડના પોટેન્શિયલ લિંક્ડ ક્રેડિટ પ્લાન (પીએલપી)  નુ વિમોચન કરાયુ

વિવિધ પ્રાથમિકતા વાળા ક્ષેત્રોના વિકાસની સંભાવનાઓને ધ્યાને રાખી ડાંગ
જિલ્લામા વર્ષ 2023-24 માટે નાબાર્ડના પીએલપીમા રૂ.223.81 કરોડના બેન્ક ધિરાણની શક્યતાનુ આકલન કરવામા
આવ્યુ છે. જેમા એમએસએમઇ સેક્ટર માટે રૂ.48.17 કરોડ (21.52%) કૃષિ ક્ષેત્ર ને વિશેષ પ્રાધાન્ય આપી પાક ધિરાણ
માટે રૂ.57.78 કરોડ (25.82%), મધ્ય અને લાંબી મુદ્તના ખેતી ધિરાણ માટે રૂ.50.95 કરોડ (22.76%), અને અન્ય
પ્રાથમિકતા વાળા ક્ષેત્રો જેમ કે એક્સપોર્ટ, શિક્ષા, હાઉસિંગ, રિન્યુએબલ એનેરજી, અને સોશ્યલ ઇન્ક્રાસ્ટ્કચર માટે
રૂ.66.91 કરોડ (29.89%) નુ આંકલન કરાયુ છે

.
પીએલપીના આંકલન પ્રમાણે જિલ્લાના બેન્કોની વાર્ષિક ત્રણ યોજન। લીડ બેન્ક દ્વારા તૈયાર કરવામા આવે છે, અને
જિલ્લાની બેન્કો ધિરાણોના ટાર્ગેટ પૂરૂ પાડવા પ્રયાસો કરાય છે.
તા. 07 ડિસેમ્બર 2022 ના રોજ ડાંગ ખાતે યોજાયેલ બેન્કર્સની એક બેઠકમા ડાંગ કલેકટર શ્રી ધર્મેન્દ્રસિંહજી જાડેજાના
વરદ હસ્તે આ પીએલપીનુ વિમોચન કરવામા આવ્યુ હતુ.


બેઠકમા ડાંગના જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ વિપિન ગર્ગ, લીડ બેન્ક મેનેજર શ્રી સજલ મેડ્ડા, નાબાર્ડ ડીડીએમ શ્રી
બી.કે.સામંતરાય, આરબીઆઈ એલડીઓ શ્રી ચિત્રાંશ જોશી, અને વરિષ્ઠ બેન્કરો ઉપસ્થિત હતા.