બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન આહવા ખાતે ફોટોગ્રાફી અને વિડીઓગ્રાફી તાલીમ નું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન આહવા ખાતે ફોટોગ્રાફી અને વિડીઓગ્રાફી તાલીમ નું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

  બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન આહવા ખાતે ફોટોગ્રાફી અને વિડીઓગ્રાફી તાલીમ નું ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો બૅન્ક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત તથા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા આહવાના સહયોગથી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ડાંગ ના સંયુક્ત ઉપક્રમે ફોટોગ્રાફી અને વિડીઓગ્રાફી ૩૦ દિવસય વિના મુલ્ય તાલીમનું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં ડાંગ જીલ્લાના અલગ અલગ ગામના ૨૪ ભાઈઓ ભાગ લઇ રહ્યા છે.

તાલીમનુ ઉદ્ઘાટન LDM સર શ્રી સજલ મેડા, આરસેટી ડાયરેક્ટર સર શ્રી રાજેશ વી પાઠક, DST ટ્રેનર નેતિકભાઈ, ફેકલ્ટી રંજનબેન ના હસ્તે ઉદ્ઘાટન કરવામા આવ્યુ હતુ. તેમજ તમામ આર.સેટી સ્ટાફ હાજર રહ્યા. આ ૩૦ દિવસીય ફોટોગ્રાફી અને વિડીઓગ્રાફી તાલીમ દરમિયાન ડિજીટલ ફોટોગ્રાફી , આઉટ ડુર લાઈટીંગ ફોટોગ્રાફી , સ્પોર્ટ શુટીગ , વિડીઓ શુટીગ , વિડીઓ એડીટીંગ , કમ્પુટર ફોટો સોપ , મેક્રો શુટિંગ ,પોટ્રેટ એન્ડ ગ્રુપ શુટિંગ ,સ્ટુડિયો મેનેજમેન્ટ, ફ્રેમીંગ એંગલ અને કોમ્પીસીઝ્ન, ઇવેન્ટ શુટિંગ વગેરે થીઅરી અને પ્રેક્ટિકલ સાથે શીખાવવામાં આવશે .

કાયૅક્રમમા LDM સર શ્રી સજલ મેડા , દ્વારા નાણાંકીય સહાય માટે લોન વિષે ની, તેમજ તાલીમ બાદની વિવિધ રોજગારીની તકો બાબતે વિસ્તૃત પ્રોત્સાહક માગૅદશૅન આપવામા આવ્યુ હતું.