પ્રાકૃતિક ખેતીમાં અળસિયા ખેડૂતના સૌથી મોટા મિત્ર છે અને તે જમીનના આંતરડા તરીકે પણ ઓળખાય છે

પ્રાકૃતિક ખેતીમાં અળસિયા ખેડૂતના સૌથી મોટા મિત્ર છે  અને  તે જમીનના આંતરડા તરીકે પણ ઓળખાય છે

આજે આપણે વાત કરવી છે જે અગત્યના વિષય એવા અળસીયા પર. ચારેકોર પ્રાકૃતિક ખેતિ, રસાયણમુક્ત ખેતી,ઝેરમુક્ત ખેતિની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે મારા મત અનુસાર હવે એ સમય આવી ગયો છે કે આપણે સૌએ સૌ પ્રથમ તો અ અળસીયાનો અ”થી શરૂઆત કરવી પડશે. કારણકે આપણે સૌ જાણીએ છીએ કે જમીન એ ખુબ જ મહત્વનો કુદરતી સ્ત્રોત છે. દિન પ્રતિદિન કૃષિમાં રસાયણોના વધુ ઉપયોગને કારણે જમીનની ગુણવતા તથા ઉત્પાદન શક્તિ ઉપર અનુકૂળ અસર થતી જાય છે. જેથી પાકના ઉત્પાદન અને ગુણવત્તા ૫ર ૫ણ તેની માઠી અસર જોવા મળે. છે. આવા સંજોગોમાં જમીનમાં સેદ્રીય પદાર્થો ઉમેરવાની તાતી જરૂરીયાત ઉભી થયેલ છે. જેમાં છાણીયુ ખાતર, વિવિધ ખોળ, લીલો ઉપયોગી છે તે પૈકીનુ વર્મિકમ્પોસ્ટ એ અળસીયા દ્વારા ઝડપથી તૈયાર થતુ સેદ્રીય ખાતર છે. જે નાઇટ્રોજન, ફોસ્ફરસ, તથા પોટાશ જેવા મુખ્ય પોષકતત્વો તથા ગૌણ અને સુક્ષ્મતત્વો પૂરા પાડે છે. આ ઉપરાંત અળસીયા દ્વારા છોડવામાં આવતા ઉત્સેચકોના કારણે તેની ગુણવત્તા અન્ય સૈન્દ્રીય ખાતરો કરતા ઉંચી હોય છે.

અળસિયાનું ખાતર પાકની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા ઉપરાંત જમીન સુધારણાંમાં પણ ઉપયોગી છે. અળસિયાના ખાતરથી રાસાયણિક અને ફર્ટિલાઈઝર ખાતરોના ઉપયોગથી બંઝર થયેલી જમીન પણ ફળદ્રુપ થાય છે.અળસિયાનું ખાતર પોષક તત્વોથી ભરપૂર ઉત્તમ કાર્બનિક ખાતર છે જે ખેતર માટે શ્રેષ્ઠ હોય છે.

એક સમયે અળસિયા આપણા ખેતરોમાં પૂરતી સંખ્યામાં જોવા મળતા હતા પરંતુ ફર્ટિલાઈઝર અને રાસાયણિક ખાતરોનો અમર્યાદિત ઉપયોગ થવાથી ધીમે ધીમે અળસિયા લુપ્ત થઈ ગયા છે. અળસિયા ભાગ્યે જ કોઈ ખેતરમાં જોવા મળે છે.

હવે સમય બદલાયો છે. ખેડૂતો ફર્ટિલાઈઝર અને રાસાયણિક ખાતરોના નુકશાન વિશે જાણતાં થયા છે. એટલે આવા ખાતરોનો ઉપયોગ ઓછો કરી રહ્યા છે ત્યારે ઘણાં ખેડૂતો અળસિયાનું ખાતર એટલે કે વર્મીકમ્પોસ્ટનું ઘરે ઉત્પાદન કરે છે અને બજારમાં વેચાણ પણ કરે છે.