તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ રદ કરવા બાબતે મહિલાઓએ ૧૧૧૧૧ પોસ્ટકાર્ડ લખી ને સોનગઢ મુકામેથી મા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મોકલવામાં આવ્યા.

તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ રદ કરવા બાબતે મહિલાઓએ ૧૧૧૧૧ પોસ્ટકાર્ડ લખી ને સોનગઢ મુકામેથી  મા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મોકલવામાં આવ્યા.

    તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ તેમજ વેદાન્તા ઝીંક પ્રોજેક્ટ રદ કરવા બાબતે મહિલાઓએ ૧૧૧૧૧ પોસ્ટકાર્ડ લખી ને સોનગઢ મુકામેથી  મા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મોકલવામાં આવ્યા.

 આદિવાસીઓની જન આક્રોશ રેલી.

સોનગઢ પ્રતિનિધિ.,

    આજ રોજ તા.૦૧/૦3/૨૦૨૨ના રોજ સોનગઢ મુકામે ધરમપુર,વાંસદા,ડાંગ અને સોનગઢ વિસ્તારના આદિવાસી ભાઈઓ અને બહેનો એક સાથે મળી ડેમ બતાવો જંગલ બચાવો આદિવાસી બચાવો તેમજ વેદાન્તા ડોસવાડા પ્રોજેક્ટ હટાવો ના નારા સાથે જન આક્રોશ રેલી તેમજ સભાનું આયોજન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં આદિવાસી ભાઈઓ અને બહેનો ભેગા થઈ ડેમ નો વિરોધ નોંધાવ્યો જેમાં આદિવાસી બહેનો એ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમણે આપેલું વચન ના આધારે ૧૧,૧૧૧ પોસ્ટ કાર્ડ લખીને પ્રથમ પોસ્ટ ઓફિસમાં જઈ તમામ પોસ્ટ કાર્ડ પોસ્ટ કરવામાં આવ્યા અને  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને  મેસેજ પાઠવવામાં આવ્યો કે પાર તાપી નર્મદા લિંક યોજના તાત્કાલિક રદ કરો. અને વધુમાં મહિલાઓએ જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીએ તમામ મહિલાઓને જણાવેલ કે મારી બહેનો ને કોઈ તકલીફ પડે તો પોસ્ટકાર્ડ લખી ને મને મેસેજ કરજો જેથી અમે તમામ બહેનોએ આ પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ રદ કરવા બાબતે પોસ્ટકાર્ડ લખી ને મોકલેલા છે

   આ રેલીમાં અંદાજિત ત્રણથી ચાર હજાર લોકો ભેગા થઇ તેમનું શક્તિ પ્રદર્શન કર્યું હતું અને સોનગઢ મુકામે ભવિષ્યમાં બનાવવામાં આવનાર વેદાન્તા ઝીંક પ્રોજેક્ટનો વિરોધ નોંધાવ્યો અને પાર તાપી નર્મદા લિંક યોજના કાયમી રદ કરી તેના શ્વેત પત્રો સરકાર બહાર પાડે તેવી માંગણી કરી. આમ આ રેલીમાં ઉપસ્થિત ધારાસભ્યો અનંત પટેલ ,પુનાજી ગામીત, આનંદ ચૌધરી માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, માજી સાંસદ અને ધારાસભ્ય અમરસિંહ ચૌધરી, ડેમ સંઘર્ષ સમિતિ ના આગેવાનો.. તાલુકા પંચાયત પ્રમુખ Yusuf ગામીત, મુકેશભાઈ પટેલ જેવા મોટા નેતા હાજર રહી તમામ આદિવાસી પ્રજાને સંબોધન કર્યું હતું