પ્રાકૃતિક ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર ચાલતાં ઈંટનાં ભઠ્ઠા બંધ કરાવવા બીએસપી પ્રમુખ આમરણાંત ઊપવાસ પર ઊતર્યા

પ્રાકૃતિક ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર ચાલતાં ઈંટનાં ભઠ્ઠા બંધ કરાવવા બીએસપી પ્રમુખ આમરણાંત ઊપવાસ પર ઊતર્યા

આહવા.

      ડાંગ જિલ્લા માં ચાલતાં ગેરકાયદેસર ઈંટનાં ભઠ્ઠાઓ બાબતે અનેકવાર તંત્રને ફરીયાદો થઈ છે તેમજ   અખબારી અહેવાલો પણ પ્રસિધ્ધ થવાં છતાં ડાંગ જિલ્લા વહીવટીતંત્રએ આંખ આડા કાન કરી લેતાં જમીન માફિયાઓને મોકળું મેદાન મળી ગયું છે પ્રાકૃતીક ડાંગ જિલ્લામાં ચાલતાં પ્રદુષણ ઓકતાં ભઠ્ઠાઓથી જાગૃત નાગરીકોમાં ભારે નારાજ થઈ અામરણાંત ઊપવાસ પર બેસી જતાં વહીવટીતંત્ર દોડતું થઈ ગયું હતું પોલીસે તમામને ડીટેન કર્યા હતાં.  

     ડાંગ જિલ્લા માં ઠેર-ઠેર ગેરકાયદેસર ઈંટનાં ભઠ્ઠાઓ ચાલી રહયાં છે ડાંગ જિલ્લાની ગુજરાત રાજયનાં રાજયપાલ આચાર્ય દેવ્રતએ  જમીનને પારખી ડાંગને રાજયનો પ્રથમ પ્રાકુતીક ખેતી માટે પ્રંસદગી કરી ડાંગ જિલ્લાને પ્રાકુતીક જિલ્લો જાહેર કર્યો છે જિલ્લામાં 100 ટકા આદિવાસી લોકો રહે છે જેઓને સરકાર દ્રારા માત્ર ખેતી કરવા માટે જમીન ફાળવી છે જે 73એએ જમીન માં વેપાર કે ધંધો કરી શકાય નહી કે તે જમીન અન્ય પરપ્રાતીય ઈસમોને ભાડે પણ આપી શકાય નહી આદિવાસી ખેડુતો પરપ્રાંતીય ઈંટનાં વેપારીઓને ગેરકાયદેસ ભાડે આપી રહયાં છે જે પરપાંતીયાં ઈસમો આ જમીન પર જીસીબી દ્રારા હજારો ટન માટીનું ખોદકામ કરવામાં આવે છે આદિવાસીઓની જમીનોને બંજર બનાવી નાખે છે તેઓને આ ઈંટનાં ભઠ્ઠાઓનાં માલિકો નામ માત્રનાં નજીવા પૈસા આપે છે આ ભઠ્ઠામાંથી ધુમાડો,રાખ,કોલસાનાં કણ વાતાવરણ માં ફેલાતા નુકશાન થાય છે ઈંટ બનાવવા માં વ્પાપક પાણીનો ઊપયોગ થતાં પાણીનાં તળ નીચે જાય છે જેનાં કારણે ડાંગ જિલ્લામાં પાણી વિકટ સમસ્યાં સજાઈ છે જે જમીન માં ઈંટ બનાવવામાં આવે તેમજ ભઠ્ઠી રચવામાં આવે છે તે જમીન માં દાયકાઓ સુધી ખેતી થતી નથી આ બાબતે કેટલાક જાગૃત નાગરીકોએ કલેકટરને આવેદનપત્ર આપી ડાંગ જિલ્લા માંથી ઈંટનાં ભઠ્ઠા દુર કરવાની માંગ કરાઈ હતી જેનાં ભાગરૂપે તંત્રએ ખેડુતોને ઈંટનાં ભઠ્ઠા બંધ કરવાનીનોટીશ આપી દંડ ફટકારી હાથ ઊંચા કરી લેતાં જાગૃત નાગરીકો માં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી અને આંમરણાંતની ઊપવાસની ચિમકી આપવાં છતાં તંત્ર દ્રારા દરકાર નહી કરાતાં આખરે ન્યાય માટે આજરોજ બહુજન સમાજપાર્ટી નાં ડાંગ જિલ્લા પ્રમુખ મહેશ આહિરે તેમનાં સમર્થકો સાથે નગરનાં ગાંધીબાગમાં ગાંધીજીનાં સ્ટેચ્યું પાસે આમરણાંત ઊપવાસ પર બેસી જતાં વહીવટીતંત્ર દરકત માં આવ્યું હતું આહવા પોલીસે  તમામ કાર્યકરોને ડીટેન કરી બાદ માં મુકત કરી દીધા હતાં તંત્રની આવી બેજવાબદાર નિતિનાં પગલે ડાંગ જિલ્લામાં સરકાર તેમજ વહીવટીતંત્ર સામે અસંતોષ ફેલાઈ ગયો હતો